આજનો દિન વિશેષ ઇબ્ન બતુતા

આજનો દિન વિશેષ ઇબ્ન બતુતા

૨૪ ફેબ્રુઆરી
ઇબ્ન બતુતા એક વિદ્વાન આફ્રિકી યાત્રી હતા જેમ્નનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૧૩૦૪ ના રોજ આફ્રિકાના મોરક્કો પ્રદેશના પ્રસિદ્ધ સ્થળ તાંજીયારમાં થયો હતો. ઇબ્ન બતુતાનું પૂરું નામ મુહમ્મદ બિન અબ્દુલ્લા ઇબ્ન બતુતા હતું. જેઓમુહમ્મદ તુગલના રાજ્યકાળમાં ભારત આવ્યા. સુલતાન મુહમ્મદ એ તેમની દિલ્લીના પ્રધાન કાઝી તરીકે નિયુકિત કરી ઇબ્ન બતુતાએ તેમની ભારત યાત્રાનું બહુમૂલ્ય વર્ણન કર્યું છે.

ઇબ્ન બતુતાએ સુલતાન મુહમ્મદ દ્વારા રાજધાની દિલ્લીથી લઈ દૌલતાબાદ લેવાનો નિર્ણય એ અંગેનો ઉલ્લેખ કર્યો છે. ઇબ્ન બતુતાના ભ્રમણવૃતાંતને ‘તુહફતઅલ નજાર ફી ગરાયબ અલ અમસાર વ્ અજાયબ અલ અફસાર’ નું નામ આપવામાં આવ્યું છે. ઇબ્ન બતુતાનું ભારત પ્રવાસમાં ભારતીય ઈતિહાસની અત્યંત ઉપયોગી સામગ્રી મળી છે.

Updated: February 24, 2025 — 7:26 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *