શિક્ષણ વિભાગના તાઃ-૧૧/૦૫/૨૦૨૩ના ઠરાવમાં તાઃ- ૦૨/૦૬/૨૦૨૩ થી સુધારા ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેથી શિક્ષણ વિભાગના તાઃ-૦૨/૦૬/૨૦૨૩ના પત્રની સૂચના અન્વયે જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી પોર્ટલમાં જરૂરી સુધારા કરવાના હોઇ તાઃ-૦૨/૦૬/૨૦૨૩ થી શરૂ થનાર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવેલ છે. જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી અંગેનું સુધારેલ સમયપત્રક તાઃ- ૦૩/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેશો.