વિષયઃ- અધિકારીશ્રી/કર્મચારીશ્રેઓની રજાઓ રદ કરવા તથા હેડ ક્વાટર ન છોડવા બાબત.
પરિપત્રઃ-
હાલમાં સરહદ પરની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા માન. અગ્ર સચિવશ્રી, (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ સુચના મુજબ બનાસકાંઠા, કચ્છ-ભુજ, પાટણ, અને જામનગર જિલ્લામાં કાર્યરત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર કરાવવા આથી, કચેરીઓના વડાને જણાવવામાં આવે છે.

વધુમાં, ઉક્ત તાકીદની પરિસ્થિતિમાં જો ઉપરોક્ત દર્શાવેલ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની કામગીરીની જરૂરિયાત કોઈ પણ સમયે રહેતી હોય, અત્રેથી અન્ય કોઈ સુચના ન થાય ત્યાં સુધી જિલ્લાના કોઈ પણ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ જાહેર રજાના દિવસો દરમિયાન કે ચાલુ દિવસોમાં હેડ-ક્વાટર ન છોડવા તથા કોઈ પણ પ્રકારની રજા ન મુકવા અને મંજૂર ન કરવા આથી, તમામ કચેરીના વડાઓને આથી જણાવવામાં આવે છે.